મોરબી એ ડીવીઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે નવલખી રોડ ઉપરથી ચોરીના બાઈક સાથે સાથે ચોરને પકડી ચોરીનું બાઈક હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શ દ્વારા શહેરમાં મિલકત સંબંધી નોંધાયેલ કેસ સીધી કાઢવા જીલ્લા પોલીસ મથક સ્ટાફ પ્રયત્નશીલ હોય ત્યારે મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસના આધારે આરોપીને પકડી પાડવા નવલખી રોડ ઉપર વોચમાં હોય તે દરમિયાન ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે રીઢો ગુન્હેગાર આરોપી પ્રકાશભાઇ ચંદુભાઇ નગવાડીયા રહે.ચીખલી તા.માળીયા(મી) નવલખીરોડ કુબેરનગરના નાલા પાસેથી પસાર થતા તેને રોકી મોટરસાયકલ ના કાગળો માંગતા તેની પાસે નહિ નહી હોવાનુ જણાવતા પોકેટ કોપ એપ્પથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટેમાં નોંધાયેલ ફરિયાદ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા મોટર સાયકલ રજી.નંબર નં.GJ02-BJ-8346 હોય જેના એન્જીન નં.B45369 તથા ચેસીસ નં.B07344 સાથે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના બાઈક સાથે પકડાયેલ પ્રકાશ નગવાડીયા મારામારી ધાક ધમકી, પ્રોહી. જુગારધારા તથા ચોરીના ગુન્હાઓમાં ચાર વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.