મોરબી-૨ ત્રાજપર ચોકડી નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક ટ્રેલરની અડફેટે મોટરસાયકલ ચાલક યુવકનું મોત થયું છે. અક્ષણત સર્જી ટ્રક ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદને આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ મુજબ એ-પાર્ટ ગુનામાં જાણવા મળ્યા મુજબ, મોરબીના ભડીયાદ ગામે રહેતા રતીલાલ માવજીભાઇ પીપરોતર ઉવ-૫૯એ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૦/૧૨/૨૦૨૫ના રોજ વાંકાનેરથી કંડલા તરફ જતા નેશનલ હાઈવે ઉપર ટ્રેલર રજી.નં. આરજે-૪૭-જીએ-૬૯૦૫ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હીરો સ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૨૦૪૮ને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલક નિલેશભાઇ રતિલાલ પીપરોતર ઉવ.૨૯ રોડ ઉપર પટકાતા તેમના કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ગંભીર ઇજાના કારણે નિલેશભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક નાસી ગયો હતો. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









