Saturday, January 11, 2025
HomeGujaratમોરબી ભાજપને મળશે હવે સ્થિર કાર્યાલય : મોરબી જિલ્લા ભાજપની કમલમનું નિર્માણ...

મોરબી ભાજપને મળશે હવે સ્થિર કાર્યાલય : મોરબી જિલ્લા ભાજપની કમલમનું નિર્માણ કરવાની જાહેરાત

આખરે મોરબી જિલ્લા ભાજપને સ્થિર કાર્યાલય મળશે. ભાજપ સરકાર દ્વારા મોરબી જિલ્લામાં જિલ્લા ભાજપના કાર્યાલય કમલમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે આગામી ૧૯મી તારીખે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મોરબી આવશે અને કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પ્રમુખ બદલતા એમ કાર્યાલય પણ બદલતું રહેતું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લા ભાજપ દ્વારા શનાળા બાયપાસ પાસે જિલ્લા ભાજપના કાર્યાલય કમલમનું નિર્માણ કરવામાં આવશે. જેનું આગામી ૧૯મી ઑક્ટોબરના રોજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમની તૈયારીઓને લઈને જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે આવતીકાલે રવિવારે હાલના જિલ્લા કાર્યાલય ખાતે બપોરે ૩ વાગ્યે બેઠક પણ રાખવામાં આવી છે.હવે રાજકોટ શહેર ભાજપની જેમ મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ કમલમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!