ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો તા. ૨૭/૦૨/૨૦૨૫ થી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ધોરણ ૧૦ અને ૧૨ ના ૧૭ કેન્દ્રને ૮૬ બિલ્ડિંગ ખાતે ૨૨,૮૪૪ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ડી.જે. પી. કન્યા વિદ્યાલય ખાતે કલેક્ટર ઝવેરી ઉપસ્થિત રહી બોર્ડના વિદ્યાથીઓને શુભેચ્છા પાઠવશે.
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ ની પરીક્ષા તા. ૨૭/૦૨/૨૦૨૫ થી શરૂ થવા જઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર સીસીટીવી અને અન્ય આનુષંગિક તૈયારીઓની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. SSC ના કુલ ૧૦ કેન્દ્રોને ૫૧ બિલ્ડિંગમાં ૧૩,૮૨૯ વિદ્યાથીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહમાં ૪ કેન્દ્રો પર ૨૭ બિલ્ડિંગમાં ૭,૨૩૬ વિધાર્થીઓ અને ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં ૩ કેન્દ્ર ને ૮ બિલ્ડિંગ પર કુલ ૧૭૭૯ વિદ્યાથીઓ પરીક્ષા આપશે. આમ, ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડ ના વિદ્યાથીઓ ૧૭ કેન્દ્રને ૮૬ બિલ્ડિંગમાં ૨૨,૮૪૪ વિદ્યાથીઓ પરીક્ષા આપશે. પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા, ઇ. આઈ. પ્રવીણ અંબારિયાને ઝોનલ અધિકારી તરીકે ભાવેશ ભાલોડિયા અને શૈલેષ મેરજા કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે કલેકટર ઝવેરી બસ સ્ટેન્ડ પાછળ આવેલ ડી. જે.પી. કન્યા વિદ્યાલય ખાતે બાળકોને શુભેચ્છા પાઠવશે. તેમજ વિદ્યાથીઓને તિકલ કરી મોં મીઠું કરાવવામાં આવશે. ડી. ઇ. ઓ કમલેશ મોતા ને ટ્રસ્ટી બેચરભાઈ હોથી, અને રમેશભાઈ મેરજા વગેરે ઉપસ્થિત રહેશે.