મોરબીમાં પરપ્રાંતિય શ્રમિક યુવક કોઈ કારણોસર કેનાલમાં પડી જતાં ડૂબી ગયો હતો. જે યુવકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળી આવ્યો હતો.
મોરબીના લખધીરપુર રોડ ઉપર કોરલ ગોલ્ડ સીરામીકમાં રહેતા રાજકુમાર નારાયણભાઈ વનાવસી ઉવ.૩૩ ગઈકાલ તા.૩૧/૦૮ના રોજ અકસ્માતે કેનાલમાં પડી ગયો હતો. ત્યારે બનાવ અંગે પોલીસને જાણ કરતા શોધખોળ શરૂ કરતા, રાજકુમારની લાશ મચ્છુ ડેમ-૨માંથી મળી આવી હતી. ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.