મોરબીના રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર અજંતા કલોક સામેથી ઍક્સેસ મોપેડમાં બિયરના ૯ ટીન સાથે એક ઇસમની અટક કરવામાં આવી છે, જ્યારે બિયરનો જથ્થો વેચાણથી આપનાર ઇસમનું નામ ખુલતા સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી હાજર ન મળી આવેલ આરોપીની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર અજંતા કલોક કારખાનાની સામે જે.પી.ફાર્મની બાજુમાં ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એએમ-૫૯૨૦ માં શંકાસ્પદ હાલતમાં એક ઈસમ જોવામાં આવતા તેને રોકી તલાસી લેતા ઍક્સેસ મોપેડની આગળ રાખેલ થેલીમાંથી કર્લ્સબર્ગ એલીફન્ટ સ્ટ્રોંગ બિયરના ૯ ટીન મળી આવ્યા હતા, જેથી આરોપી ભુપતભાઇ કરશનભાઇ ચાવડા ઉવ.૪૨ રહે.યદુનંદન-૧ કેનાલ પાસે વાળાની અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં બિયરના ટીન માળીયા(મી) તાલુકાના જસાપર ગામના મુન્નાભાઈ ચાવડા વેચાણ અર્થે આપી ગયા હોવાની કબૂલાત આપતા પોલીસે ઍક્સેસ મોપેડ તથા બિયરના ૯ નંગ ટીન કિ.રૂ.૩૦,૯૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.