સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા જિલ્લા પાંખ દ્વારા ગઈકાલે “બ્રહ્મ સમાજ સ્નેહ મિલન”નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગઈકાલે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા જિલ્લા પાંખ દ્વારા “બ્રહ્મ સમાજ સ્નેહ મિલન”નું પરશુરામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજનાં આગેવાનો, અનિલ ભાઈ મહેતા, ભૂપત ભાઈ પંડ્યા સહિત મહાનુભાવો ખાસ ઊપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન સી. ઠાકર દ્વારા તેમની પૂરી ટીમ અને કારોબારી સભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું. દરેક બ્રહ્મ સમાજના લોકોએ સહ પરિવાર હાજરી આપી હતી. અને કાર્યક્રમને દીપાવ્યો હતો. આ તકે જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન સી. ઠાકર તેમજ ટીમ દ્વારા દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









