Wednesday, March 12, 2025
HomeGujaratમોરબી:બ્રિજેશ મેરજાએ નવનિયુક્ત જીલ્લા ભાજપના પ્રમુખને શ્રીફળ અને સાકરના પળાથી વધાઈ આપી.

મોરબી:બ્રિજેશ મેરજાએ નવનિયુક્ત જીલ્લા ભાજપના પ્રમુખને શ્રીફળ અને સાકરના પળાથી વધાઈ આપી.

મોરબી જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાને નરસંગ મંદિર પાછળ આવેલા જીલ્લા ભાજપના નવા કાર્યાલયએ ભાજપની વિચારસરણીને વરેલા જુદા જુદા સમાજના અસંખ્ય આગેવાનોને સાથે રાખી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શ્રીફળ અને સાકરનો પળો આપી વિશિષ્ટ રીતે વધાઈ આપી હતી.

- Advertisement -
- Advertisement -

ભાજપનો અલગ પ્રકારનો ખેસ, સૂતરની આટી, ખાદીનો રૂમાલ અને સાલ ઓઢાળી હતી તેમજ વાંચન પ્રેમી એવા જયંતીભાઈને વાંચનરસિયા બ્રિજેશ મેરજાએ એક કિતાબ પણ આપી હતી. આ તકે મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા, માળીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચંદુભાઈ લાવડીયા, માળીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રભારી સુભાષભાઈ પડસુંબિયા, પૂર્વ કાઉન્સિલર મનુભાઈ બરાસરા, ગિરિરાજસિંહ ઝાલા, ઠાકોર સમાજના અગ્રણી સુરેશભાઇ શીંહોરીયા, અનુસુચિત મોરચાના મહામંત્રી બળવંતભાઈ સનાળિયા, હરિભાઇ રાતડીયા, ખાખરેચીના આર.કે. પારજિયા તથા વિપુલભાઈ થડોદા, વેજલપરના અનિલભાઈ કૈલા, માળીયા તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ અવાડીયા, કુંભારિયાના સરપંચ કાંતિલાલ દેત્રોજા, લક્ષ્મીવાસના પૂર્વ સરપંચ જયદીપભાઈ સંઘાણી, પોલિપેક એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પનારા, દલિત સમાજના અગ્રણી મહેશભાઈ સોલંકી, રાજેશભાઈ ભિમાણી તેમજ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય આગેવાનોએ નવનિયુક્ત જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાનું સન્માન કરી રૂબરૂ શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!