મોરબી બિલ્ડર એસોસીએશને શહીદ ગણેશભાઈ પરમારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આર્થિક સહાય અર્પણ કરી છે. બિલ્ડર એસોસીએશનના વર્તમાન તથા પૂર્વ પ્રમુખો દ્વારા રૂ.૨ લાખની સહાય પરિવારને અર્પણ કરવામાં આવી હતી. આ માનવીય કાર્ય બદલ એસોસીએશનની સામાજિક જવાબદારીને લોકોએ બિરદાવી હતી.
મોરબી બિલ્ડર એસોસીએશન દ્વારા ગઈકાલે તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. બિલ્ડર એસોસીએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસીયા તથા તેમની કારોબારી સમિતિ દ્વારા પરિવારને રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય આપવામાં આવી હતી. આ રકમ એસોસીએશનના ઉપપ્રમુખ રુચિરભાઈ કારીયા, ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયા, પૂર્વ ઉપપ્રમુખ ભાવેશભાઈ કણજારીયા તેમજ મોરબીના બિલ્ડર ગૌરવભાઈ કારીયા દ્વારા પરિવારને અર્પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, બિલ્ડર એસોસીએશનના પૂર્વ પ્રમુખ શામજીભાઈ રંગપરીયા તરફથી પણ શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય આપવામાં આવી હતી. આ સહાય પણ ઉપપ્રમુખ રુચિરભાઈ કારીયા, ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયા, પૂર્વ ઉપપ્રમુખ ભાવેશભાઈ કણજારીયા તથા બિલ્ડર ગૌરવભાઈ કારીયા દ્વારા પરિવારને સોંપવામાં આવી હતી.









