મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે વાવડી રોડ ઉપર નાયરા પંપ નજીક ઉમિયા સોસાયટીના ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં વિમાલનો થેલો લઈ ઉભેલ યુવકને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૬ બોટલ મળી આવતા તુરંત આરોપી લખનભાઈ ઉર્ફે રાજુ નીતિનભાઈ ભટ્ટી ઉવ.૨૦ રહે.મોરબી વાવડી રોડ પ્રભુનગર મકાન નં ૧૩ વાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી છે, આ સાથે પોલીસે વિદેશી દારૂની ૬ બોટલ કિ.રૂ.૪,૧૭૬/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.