ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ નિલેશ જેતપરિયાની વરણી કરાઈ છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ ઓફ GCCIમાં 2021-’22 માટે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ નિલેશ જેતપરિયાની ફરીથી નિમણુક કરવામાં આવી છે. આ તકે ફરીથી તક આપવા બદલ નિલેશભાઈએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ટીમનો આભાર માન્યો હતો. આગામી સમયમાં વિપરીત પરીસ્થિતીમાં કંટેનરના ભાડા વધુ છે ત્યારે એકસપોર્ટ વધારવા માટે ગુજરાતની જુદી-જુદી પ્રોડકટનુ એક્સપોર્ટ વધારવાના પડકાર સામે સમગ્ર ટિમ સાથે મળીને ગુજરાતના એક્સપોર્ટ વધારવા કટીબદ્ધ છીએ. તેમ અંતમાં નિલેશભાઈએ જણાવ્યું હતું.