વાયબ્રન્ટ ગુજરાતમાં સીરામીકનું અલગ પેવેલિયન બને અને મોરબીના ઔદ્યોગિક વિસ્તારના રોડ રસ્તાઓના કામ તાત્કાલિક ધોરણે હાથ ધરી પૂર્ણ કરવામા આવે તેવી માંગ સાથે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરી મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી.
મંત્રી બ્રિજેશભાઇ મેરજા સાથે મુખ્યમંત્રી અને સીરામીક એસોસીએસનના અગ્રણીઓની મિટિંગ યોજાઈ હતી જેમાં
જીઆઇડીસી દ્વારા મોરબીના જે ઔધોગિક રોડ રસ્તા માટે સર્વે કરવામા આવ્યો હતો તે પ્રોજેક્ટને તાત્કાલિક આગળ ધપાવવામાં આવે અને વાયબ્રન્ટ ગુજરાતમા સિરામીકનુ અલગથી પેવેલીયન બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા , નિલેષ જેતપરીયા સહિતનાઓએ રજુઆત કરી હતી. રજુઆત બાદ મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવી આ દિશા કાર્યવાહીની ખાતરી આપી હતી.