આજરોજ ગાંઘીનગર ખાતે ગુજરાત ગેસના M D મીલીંન તોરવણે સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કીરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પનારા દ્વારા બેઠક કરવામાં આવી હતી. અને હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ ઘટી ગયા હોવાથી રૂ. ૮.૦૦ થી ૧૦.૦૦ ગેસના ભાવ ઘટાડવા બાબતે ચર્ચા વિચારણા કરાઇ હતી. જે બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરી ઉધોગપતિઓને લાભ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ, પૂર્વ પ્રમુખ તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ સહિતના ઉધોગપતિઓએ ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના એમડી સાથે બેઠક કરી હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ભાવ ઘટી ગયા હોવાથી તેનો સીધો લાભ વેપારીઓને આપવા રજૂઆત કરી હતી. જે બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત ગેસના એમડીએ જણાવ્યું હતું કે આતંરરાષ્ટ્રીય ભાવને ઘ્યાનમા રાખીને સારો એવો ભાવ ઘટાડો કરવામાં આવશે તેમજ હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ નીચા હોવાથી તેનો લાભ સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લાંબા સમય સુઘી મળી રહે તે માટે લોંગ ટમઁના ગેસ એગ્રીમેન્ટ કરવા બાબતે પણ ચચાઁઓ કરવામાં આવી હતી, જે બાબતે ગુજરાત ગેસ MDના જણાવ્યા મુજબ લોંગ ટમઁ એગ્રીમેન્ટ માટે ટુંક સમયમા પ્રક્રીયા શરુ કરાશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.