મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસના એમ.ડી.ને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવ્યા બાદ ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં 3.25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગને લઈ અને મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મોરબીના આગેવાનો અને ઉદ્યોગકારોની સાથે રહીને ગત તા.૧૪/૦૭/૨૦૨૫ ના રોજ ગુજરાત ગેસના એમડી મિલિંદ તોરવણેને રૂબરૂમાં મળી ગેસના ભાવમાં ઘટાડો કરવાની લેખિત રજૂઆત રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆતના સફળ પડઘા પડ્યા છે અને ઉદ્યોગકારોને ગેસના ભાવમાં 3.25 રૂપિયાની રાહત આપવામાં આવી છે.જેને લઇ સીરામીક ઉદ્યોગકારોમાં આનંદની લહેર ફેલાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી સિરામિક ઉદ્યોગ હાલ મંદિરના માચડે લટકી રહ્યો છે.ત્યારે સિરામિક ઉદ્યોગની ધીમી પડેલ ગતિ ને વેગ આપતા ગુજરાત ગેસના ભાવમાં 3.25 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.આથી ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો છે.આ સાથે જ હવે સિરામિક ઉદ્યોગને દરરોજ કરોરો રૂપિયાનું ભારણ ઓછું થશે.