મોરબી સિરામિક એસોસિએશનની આજ રોજ મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ઊંચા ભાવમાં પ્રોપેન સપ્લાય કરતી એક કંપનીને બ્લેક લિસ્ટ કરવાનો સર્વનું મતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉધોગકારની મીટીંગ મળી હતી. જેમાં પ્રોપેન અને એલ.પી. જી ગેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ઇન્ટરનેશનલ ભાવ ઘટતા જાય છે. તેની સામે પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ દ્વારા સિન્ડિકેટ બનાવી ઇન્ટરનેશનલ ભાવ મુજબ ગેસ સપ્લાય કરવાને બદલે મોનોપોલી બનાવી ઊંચા ભાવમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ટાઇલ્સ એક્સપોર્ટ થતી હોઈ ઉંચા ભાવનો ગેસ વપરાશ કરતા પડતર કોષ્ટ ઉંચી આવતા ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબી ઉદ્યોગ ટકી શકતો નથી. આ મુદ્દે ઉદ્યોગ કરો દ્વારા આકસ્મિક મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં થયેલ ચર્ચા મુજબ હાલ આશરે 5000/- રૂપિયા પ્રતિ ટન ઊંચા ભાવમાં સપ્લાય કરવામાં આવે છે. આ મુદ્દાની ગંભીરતા લઇ ઉદ્યોગકારો દ્વારા વધુ દાદાગીરી કરતી એક કંપનીની પરચેઝ બંધ કરવાનો સામુહિક નિર્ણય લીધો છે.









