મોરબી સીરામીક ઉદ્યોગ તમામ પડાવ પાર કરી અને અનેક મુશ્કેલીઓ નો સામનો કરી ને દિનપ્રતિદીન પ્રગતિ કરી રહ્યો છે તેવા સમયે ગુજરાત ગેસ દ્વારા વારંવાર ભાવ વધારો કરી ને આ સીરામીક ઉદ્યોગ ની પ્રગતિ માં રોળા નાખવાનું કામ થતું હતું જેથી સીરામીક ઉદ્યોગકારો ગુજરાત ગેસને અનેક રજૂઆતો કરી કંટાળાયા બાદ અનેક એકમો ધડાધડ નવા વિકલ્પ અપનાવવા લાગ્યા હતા.
જે એલપીજી અને પ્રોપેન ગેસ ના ઉપયોગ કરવાના નવા વિકલ્પ ને અપનાવતા ગુજરાત ગેસ ના મોટી ખોટ પડવા લાગી હતી અને ટૂંક સમય મા જ ગુજરાત ગેસનો મોરબી સીરામીક ઉદ્યોગ સાથે નો વેપાર શૂન્ય થઈ જવાની ભીતિ થઈ હતી જેને કારણે ગુજરાત ગેસ દ્વારા સીરામીક ઉદ્યોગકારો ને સંદેશ પહોચાડવા માં આવેલો છે કે ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં ૫ રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવશે જોકે હજુ સુધી ગુજરાત ગેસ દ્વારા આ મામલે સતાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જો ગુજરાત ગેસ દ્વારા વહેલી તકે સતાવાર જાહેરાત કરી ને પાંચ રૂપિયા ના ઘટાડા નો નિર્ણય અમલ માં મૂકે તો સીરામીક ઉદ્યોગ ને ફાયદો થઇ શકે છે અને જે એકમો નવા વિકલ્પ તરફ વડવાની તૈયારીઓ કરી રહ્યા છે કદાચ તે પોતાનો નિર્ણય મોકૂફ રાખી શકે અને ગુજરાત ગેસ પાસે જ ગેસની ખરીદી ચાલુ રાખે.