Sunday, January 12, 2025
HomeGujaratમોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસીયેશનનો ઔધોગિક સલામતી વિષયક સેમિનાર યોજાયો

મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસીયેશનનો ઔધોગિક સલામતી વિષયક સેમિનાર યોજાયો

ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ રાજકોટ દ્વારા મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં મોરબી ખાતે ઔદ્યોગિક કામદારો માટે સલામતી અંગે સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે તા-૨૦/૦૭/૨૦૨૩નાં રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજેલ જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ. ઉપરાંત, મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં LPG ગેસનો વપરાશ થતો હોઈ, તેના હેન્ડલિંગ તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા-૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, પુર્વ પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા નિલેષભાઇ જેતપરિયા, કિશોરભાઇ ભાલોડીયા તેમજ મોરબીની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર યુ.જે.રાવલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર.જી.ચૌધરી તથા અન્ય અધિકારી પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!