મોરબીના સિરામિક ઉદ્યોગના વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે અલગ અલગ વિભાગોના એસોસિયેશનની રચના કરવામાં આવી છે. જેમાં ફ્લોર એસોસીએશનના પ્રમુખની મુદત પૂર્ણ થતા નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે.
દેશના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર એવા મોરબીના સિરામિક ઉધોગોના અનેક પ્રશ્નો વેપારીઓના ઊભા થતા હોય છે. ત્યારે વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેમજ વેપારીઓના પ્રતિનિધિ રૂપે એશોસીએશનની રચના કરવામાં આવી છે. જેમાં સમયાંતરે અલગ અલગ હોદેદારોની વરણી કરવામાં આવતી હોય છે.. તેમાં પણ અલગ-અલગ વિભાગ જેમ કે વોલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ, ફ્લોર તેમજ સેનેટરી પ્રમુખ છેલ્લા 4 વર્ષથી હોદેદારો ફરજ બજાવી રહ્યા છે. જે પૈકી ફ્લોર એસોસીએશનના પ્રમુખની મુદત પૂર્ણ થતા નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી સિરામિક ફ્લોર ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ તરીકે સંદીપભાઈ કુંડારીયાની અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ પેથાપરાની નિમણુક કરવામાં આવી છે.