મોરબીમાં સીરામીક ઉદ્યોગ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા નવી ઉદ્યોગનીતિ ૨૦૨૦ જાહેર કરી છે જેને લઈને મોરબી સીરામીક ઉદ્યોગકારોને ફાયદો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે
મોરબી સીરામીક એસોસિએશન ના પ્રમુખ નિલેશ જેતપરિયાના જણાવ્યા અનુસાર મોરબી સીરામીક ઉદ્યોગકારો હવે જમીન થી માંડી લૉન સુધી અન્ય લોકો પાસે નહિ જવું પડે ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ઉદ્યોગનીતિ મોરબી સીરામીક ઉદ્યોગકારો માટે આશીર્વાદ રૂપ છે તો બીજી બાજુ વોલ એશો.પ્રમુખ મુકેશ ઉઘરેજા દ્વારા પણ સરકાર નીતિને આવકારી અને ઉદ્યોગકારો માટે લાભ દાઈ ગણાવી છે સાથે જ આ નીતિને ત્વરીત અમલમાં લાવવામાં આવે અને તેને કઈ રીતે લાગુ કરવામાં આવશે તેની માહિતી પણ ઉદ્યોગકારો ને આપવામાં આવે તો વધુ ઉદ્યોગકારો આ નીતિનો લાભ લઈ શકે અને તેનો ફાયદો મેળવી શકે તેમ છે મોરબી અધિક કલેક્ટર કેતન જોશીના જણાવ્યા અનુસાર રાજ્યસરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઉધોગ નીતિ મોરબીના ઉદ્યોગકારો ને ફાયદો કરાવશે જેનો અમલ પણ રાજ્યસરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન અંતર્ગત કરવામાં આવશે અને આ નીતિ અમલમાં આવ્યા બાદ પણ મોરબી વહીવટી તંત્ર મોરબીના ઉદ્યોગકારો ને વધુ અને ઝડપી ફાયદો થાય એ માટે કાર્યરત રહેશે ત્યારે હવે આ નીતિ ક્યારે અમલમાં આવશે અને કઈ રીતે તેના લાભ મેળવી શકશે તે આગામી સમય જ બતાવશે.