મોરબી સીરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં રૂ.૦૫ નો વધારો કરીને વધુ એક ઝટકો આપ્યો છે. જેના કારણે મોરબીના સિરામીક ઉદ્યોગને દૈનિક અઢી કરોડનો બોજ વધશે.
ગુજરાત ગેસ કંપનીએ સીરામીક ઉદ્યોગ માટે ગેસ વપરાશની મર્યાદા તો દૂર કરી પરંતુ સામે ૧ લી મે એટલે ગઈકાલથી અંદાજે ૯ ટકા જેટલો ભાવ વધારો કર્યો છે. હાલ સીરામીક ઉધોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સીરામીક ઉદ્યોગને ગેસ સપ્લાય કરતી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી પેહલા કે પ્રતિ ક્યુબીક મીટરનો ટેક્સ સહિત ૬૧.૪૮ રૂપિયા જેવો ભાવ હતો જે હવે વધીને હવે ૬૬.૭૮ આસપાસ થઈ જશે.હાલમાં સીરામીક ઉદ્યોગમાં રોજનો અંદાજીત ૪૬ લાખ ક્યુબીક મીટર ગેસ વાપરી રહ્યો છે અને આ ભાવ વધારો થતાં હવે મોરબી સીરામીક ઉધોગને રોજ ૨.૫૦ કરોડનો આર્થિક બોજો વધશે.