મોરબીનો સિરામિક ઉદ્યોગ એકલા હાથે ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે. જોકે વીતેલા વર્ષમાં ગેસના ભાવોમાં થયેલા સતત વધારાથી ઉદ્યોગને પડતર ખર્ચ વધી જતા સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે દિવાળી સમયે જ મોરબી સિરામિક ઉધોગને ગેસમાં ભાવવધારાની દિવાળી ગિફ્ટ મળી છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ફરી એક વાર ભાવવધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિ ક્યુબિક મીટરે ૨.૪૦ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, નેચરલ ગેસનો જુનો ભાવ ૪૭.૧૦ પૈસા હતો. જે ભાવવધારા બાદ નવો ભાવ ૪૯.૫૦ પૈસા થયો છે. ત્યારે સીવી અને ટેક્સ સાથે ૨.૪૦ પૈસાનો ભાવ વધારો ૧/૧૧/૨૩ થી અમલમાં મુકવામાં આવશે.ત્યારે હાલમાં મંદીના માહોલમાં ચાલતા સિરામિક ઉધોગ ને આ ભાવવધારા ને કારણે કરોડોનો માર સહન કરવો પડશે.