નેચરલ ગેસમાં થતા બેફામ ભાવ વધારાને પગલે મોરબી જિલ્લાનો ધોરી નશ સમાન સીરામીક ઉદ્યોગ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે આથી વારંવાર થતો ભાવ વધારો અટકાવવાની માંગ સાથે મોરબી સીરામીક એસો. દ્વારા મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં નાણાખાતુ ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સના કેબિનેટ મીનીસ્ટર કનુભાઇ દેસાઇ સાથે મિટિંગ યોજાઈ હતી.
મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, નિલેષ જેતપરીયાએ ગાંઘીનગર ખાતે તાત્કાલીક અસરથી વારંવાર વઘતા ગેસના ભાવથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા પડતી તકલીફોના નિવારણ અર્થે યોગ્ય કાર્યવાહી કરવા નાણાખાતુ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રાલયના કેબિનેટ મીનીસ્ટર કનુભાઇ દેસાઇ સાથે લાંબી ચર્ચા યોજાઈ હતી. આ તકે કનુભાઈ દેસાઈએ ગેસ કંપનીના અઘિકારી સાથે આવતા અઠવાડીયામા મીટીંગનુ આયોજન કરીને યોગ્ય કરવા ખાતરી આપી હતી. અને ઉદ્યોગોની અન્ય સમસ્યાના નિવારણ માટે યોગ્ય કરવા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.