મોરબીમાં રવાપર રોડ પર સરાજાહેર લૂંટથી મોરબી પોલીસ તંત્ર હચમચી ઉઠ્યું હતું ત્યારે પોલીસે પણ આરોપીઓના સગડ મેળવવામાં કોઈ કસર છોડી ન હતી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં મોરબી પોલીસે તમામ જગ્યાએ આરોપીઓના સગડ મેળવવા રાત દિવસ એક કર્યા છે.આ ઘટના ખરેખર સર્મશાર ઘટના ગણાવી હતી જેને એસપી સુબોધ ઓડેદરા દ્વારા પણ આ ઘટનાનના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.ત્યારે આરોપીઓ હવે પોલીસથી વધુ દૂર ભાગી નહિ શકે એટલું જ નહીં આરોપીઓ પોલીસના હાથવેંતમાં જ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે પોલીસ પોતાની ઢબથી કાર્યવાહી કરતી હોય છે જેમાં તેને લો એન્ડ ઓર્ડરથી કામ કરવાનું હોય છે અને આ પદ્ધતિસરની કામગીરી અને સામન્ય તેમજ ફિલ્મી રીતે વિચારી લેતા લોકોની વિચાર સરણીમાં હાથી ઘોડાનો ફેર હોય છે આ કોઈ મુવી નથી કે બનાવ બનેને તરત પોલીસ ગુંડાઓ સુધી પહોંચી જાય અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દે આ સાચી જિંદગી છે જેમાં પોલીસે પોતાની આગવી સૂઝબૂઝથી અને લો એન્ડ ઓર્ડરમાં રહી કામગીરી કરવાની હોય છે અને આવી ઘટનામાં પોલીસના અધિકારીઓને પણ ખટકતી હોય છે તેઓ પણ શાંતિ સલામતી જ ઇચ્છતા હોય છે આકોઈના હાથની વાત નથી ત્યારે આગામી સમયમાં આ લૂંટના બનાવમાં મોટા ઘટસ્ફોટ થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે અને આ ચકચારી લૂંટના પ્રયાસની ઘટના બાદ પોલીસની ટિમો પણ જે રાત દિવસ મહેનત કરી રહી છે તેને પરીણામ મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.હાલ મોરબી પોલીસ પુરી તટસ્થતા અને નૈતિકતા પૂર્વક આરોપીઓના સગડ મેળવી આરોપીઓ સાથે કોણ કોણ સંડોવાયેલા છે.? આ લૂંટની થીમ કોણે આપી હતી ? સરાજાહેર લૂંટની ઘટના ને અંજામ આપતા ઇસમો મોરબીના છે કે અન્ય કોઈ જીલ્લા કે શહેરના છે ? આવા અનેક સવાલોના જવાબ પોલીસ પણ ઈચ્છી રહી છે જે ટૂંક સમયમાં જ મોરબીની પ્રજા સામે આવશે.હાલ પોલીસ પોતાની તમામ તાકત આરોપીઓને પકડવામાં લગાવી દીધી છે સાથે જ આગામી સમયમાં મોટા ગુનાઓમાં સંડોવણી ધરાવતાં તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે પણ મોટી કાર્યવાહી થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.