Monday, November 25, 2024
HomeGujaratમોરબી:બ્રિજેશ મેરજાના ચમનપર ગામે ડો.પ્રશાંત બાગમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

મોરબી:બ્રિજેશ મેરજાના ચમનપર ગામે ડો.પ્રશાંત બાગમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

મોરબીના માળિયા(મી) તાલુકાના ચમનપર ગામે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના સ્વર્ગસ્થ પુત્ર ડોક્ટર પ્રશાંતની સ્મૃતિમાં વિવિધ પ્રકારના 3500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ચમનપર ગામે ડો પ્રશાંત બાગનું નિર્માણ કરી સમગ્ર મોરબી પંથકને એક અનેરો રાહ ચિધ્યો છે. ત્યારે ચમનપર ગ્રામ પંચાયતના સરપંચ શીતલ જગદીશ ચારોલા યોજીત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા તેમજ તેમના ધર્મપત્ની સુશીલાબેન મેરજા ખાસ ઉપસ્થિત રહી ગ્રામજનોને પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના” એક પેડ માઁ કે નામ,’ સંકલ્પને સાકાર કરવા ગામના પ્રત્યેક ગ્રામજનોએ મોટી સંખ્યામાં સ્વજનનો નામે વૃક્ષારોપણ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે વન અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય ઉપસ્થિત આગેવાનો તેમજ અધિકારીઓએ વૃક્ષનું મહત્વ સમજાવી ચમનપરના આ કાર્યની પ્રશંસા કરી હતી. આદર્શ યુવક મંડળ ના પ્રમુખ છગનભાઈ અઘારાએ ચમનપર બહાર વસતા ગામ લોકો તરફથી મળતા સહકારની પ્રશંસા કરી હતી. તેમજ “પ્રશાંત બાગ” નામાભિધાનની જાહેરાત કરી હતી. ત્યારે બ્રિજેશ મેરજાએ ભાવવિભોર વાણીમાં જન્મભૂમિના અનેક સ્મરણો સાથે ચમનપર ગામના ગ્રામજનોની ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી તેમજ પ્રસંગોપાત ચમનપર ગામે સૌને પરિવાર પ્રેમનું દર્શન કરાવ્યાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે ગામના અગ્રણીઓ જગદીશભાઈ અઘારા, મનીષ વાઘડીયા, મનસુખ છત્રોડા, વલમજી ચારોલા, અશ્વિન ભીમાણી, સુનીલ અઘરા, પ્રવીણ કાવર ગિરીશ હિરાણી, જગદીશ ભટ્ટી, રમેશ ગોઠી, વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આમ માત્ર 500ની વસ્તી ધરાવતા આ નાનકડા એવા પ્રગતિશીલ ગામ ચમનપરમાં ડો.પ્રશાંત બાગ, ઈશ્વર વન થકી હરિયાળી લહેરાવાનું એક સ્તુતિય પગલું ભરી ગામનું નામ રોશન કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!