મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નવલખી બંદરે આધુનીક સુવિધાઓમાં વધારો કરી વિકાસ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. જેમાં માંગ કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજયના મોરબી જીલ્લાના એક માત્ર ALL WEATHER નવલખી બંદર આવેલું છે તેમજ આ બંદરને લાગુ પડતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ વિગેરે જીલ્લાઓ ઉધોગ /વેપાર ધંધાઓના હબ છે. ત્યારે નવલખી બંદર ઉપર સરકાર તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દવારા નવા SOP ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેથી અનેક ફાયદા થયા છે. ત્યારે નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કારગો ભારતના અન્ય રાજય જેવા કે રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, પંજાબ અને ઉતર પ્રદેશ તેમજ અન્ય નજીકના રાજયોને લોજીસ્ટીક કોસ્ટમાં ફાયદા કારક છે ત્યારે નવલખી બંદરનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી મોરબીના નવલખી બંદરનો વિકાસ કરવા માટે માંગ કરાઈ છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પત્ર લખી જણાવ્યું છે કે રાજ્ય સરકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દવારા નવા SOP ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે નવલખી બંદર પર એક આદર્શ પરિસ્થીતિની રચના થઈ છે. અને જેના હીસાબે આયાતકારો અને હેન્ડલીંગ એજન્ટો માટે એક વ્યપારીક તરીકેની શ્રેષ્ટ નીતી સ્થાપીત થઈ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રના ગ્રાહકો માટે ફાયદા કારક સાબીત થયું છે. તેમજ તંદુરસ્ત સ્પર્ધા સ્થાપિત થઈ છે અને પોર્ટમાં નવા સ્ટીવીડોરર્સ/હેન્ડલીંગ એજન્ટોની નિમણુક કરવામાં આવી છે. અને એક તરફી મોનોપોલીનો નાશ થયો છે. અને કાર્ગો હેન્ડલીંગ કોસ્ટમા પણ મોટા પાયે ઘટાડો થયો છે. અને વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. જે સરકાર તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડને આભારી છે. અને નવા SOP ખુબજ ઉપયોગી અને પ્રભાવશાળી સાબીત થયા છે. ત્યારે વિષેશમાં નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કારગો ભારતના અન્ય રાજય જેવાકે રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, પંજાબ અને ઉતર પ્રદેશ તેમજ અન્ય નજીક ના રાજયોને લોજીસ્ટીક કોસ્ટમાં ફાયદા કારક હોય તો નવલખી બંદરના વિકાસ કરવા માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અનિવાર્ય છે. જેમાં હાલે નવલખી બંદર ઉપર નવી જેટી બનાવેલ છે તે જેટી એ અને નવલખી ચેનલ (ડ્રીક)માં ડ્રેજીજીંગની જરૂીરીયાત છે જો ત્યા ડ્રેજીંગ કરવામાં આવે તો જેટી પર થી કન્ટેનર બાર્જીસ / કાર્ગો બાર્જીસનું લોડીંગ અનલોડીંગ થઈ શકે તેમાટે જેટી તેમજ ચેનલ (ક્રીક) માં ડ્રેજીજીંગ કરવુ અનિવાર્ય છે, કંડલા બંદરે વર્ષોથી જે ડ્રેજીંગ કરવામાં આવે છે જે ડ્રેજીજીંગ નો કાદવ તેમજ કાંપ ભરતી ઓટ સમયે નવલખી નવલખી બંદર ઉપર આવે છે અને નવલખી બંદરે દરિયાઈ પાણીની ઉડાંઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલો (કીકો) માં પુરાણ થતુ જાય છે જેના હીસાબે શીપો હાલે ૯ થી ૧૧ મીટરના ડ્રાફટમા નવલખી ઈનર વર્કીંગ એન્કરેજમાં આવે છે. જયારે અગાઉ તે જ શીપો ૧૨ થી ૧૪ મીટરના ડ્રફટમાં આવતી હતી. તેમજ હાલે ચેનલોના પુરાણના હીસાબે લો ટાઈડમાં બાર્જીસ ગ્રાઉન્ડ થઈ જાય છે. જેના હીસાબે ૨૪ કલાક બાજીસની મુવમેન્ટ થતી નથી. જો કંડલા પોર્ટના ડ્રેજીંગનો કાદવ કાંપ નવલખી બંદર ઉપર જે આવે છે તે જો બંધ કરવામાં નહીં આવે તો આવતા ભવિષ્યમાં નવલખી બંદર બંધ થવાની શક્યતા છે. માટે કંડલા પોર્ટ ડ્રેજીજીંગનો કાપ નવલખી બંદર ઉપર ન આવે તે માટે યોગ્ય કાર્યવાહી જરૂરી છે., તેમજ નવલખી બંદર ઉપર હાલે કોલ હેન્ડલીંગ થાયbછે તે ઉપરાંત અન્ય કારગો જેવો કે ફર્ટીલાઈજર, સોલ્ટ, ફુડ ગ્રેઈન, બોકસાઈડ, કલીન્કર, ઈન્ડસ્ટ્રીયલ જીપ્સમ, તંદઉપરાંત સીરામીક અને અન્ય પ્રોડકટસ માટે પોર્ટમાં જ અલગથી સ્ટોરેજ માટે હયાત સ્ટોરેજ છે. તેમાંથી જ સ્ટોરેજ માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ જેથી વ્હાઈટ તેમજ અન્ય કાર્ગોની આયાત નીકાસ થઈ શકે અને મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉધોગોને, ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછામાં ઓછા ૧૨ મીટરના ઉંડા દરિયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટીનું નિર્માણ કરવુ જોઈએ અને કન્ટેનર લોડીંગ અનલોડીંગ ની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ. જેથી મોરબીથી સીરામીક વિગેરે તેમજ રાજકોટ થી ઓટોમોબાઈલ્સ તેમજ અન્યના કન્ટેનરો હાલ કંડલા અને મુન્દ્રા પોર્ટથી આયાત નીકાસ થાય છે તેના બદલે નવલખીથી થાય તો ઉધોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય અને ગ્લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉધોગ ધંધાનો વિકાસ થાય તેવી માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કરવામાં આવી છે..