મોરબી:ચેરીટી કમિશનર ગુજરાત રાજ્યની માર્ગદર્શિકામાં મોરબીની ચેરીટી કચેરી દ્વારા ૨૭ ફેરફાર રીપોર્ટો અને ૪ નવી ટ્રસ્ટ નોંધણી અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો, જે ટ્રસ્ટના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ ઝુંબેશને સફળ બનાવ્યો છે.
મોરબી મદદનીશ ચેરીટી કમિશનર પૃથ્વીરાજસિંહ બી. જાડેજાની એક યાદીમાં જણાવ્યા અનુસાર ચેરીટી કમિશનર ગુજરાત રાજ્ય, અમદાવાદના આર.વી. સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબીની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા ટ્રસ્ટોના હિતમાં વિશેષ નિકાલ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મોરબીની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના મદદનીશ ચેરીટી કમિશનર પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા મોરબી જીલ્લા તથા શહેરમા નોંધાયેલા ટ્રસ્ટોના પડતર ૩૫ ફેરફાર રીપોર્ટો પૈકી ૨૭ ફેરફાર રીપોર્ટોનો ટ્રસ્ટના વિશાળ હિતમા નિકાલ કરવામા આવ્યો હતો તથા કચેરીમા નવા ટ્રસ્ટોની નોંધણી માટેની પડતર ૦૭ અરજીઓમાંથી ૪ અરજીઓનો ટ્રસ્ટના વિશાળ હિતમા નિકાલ કરવામા આવેલ છે. આમ રાજકોટ જીલ્લા તથા શહેરમા અત્રેની કચેરીમા નોંધાયેલ ટ્રસ્ટોના હિતમા નિર્ણય લઈ નિકાલ ઝુંબેશ સફળ બનાવેલ છે. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.