Friday, March 29, 2024
HomeGujaratMorbiમોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ભરાતા પાણીનો નિકાલ કરવા ચીફ ઓફિસરને રજુઆત

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ભરાતા પાણીનો નિકાલ કરવા ચીફ ઓફિસરને રજુઆત

મોરબીમાં ચોમાસાની સીઝનમાં કન્યા છાત્રાલય રોડ પર ભરાતા વરસાદના પાણી તથા ભૂગર્ભ ગટર ના પાણીનો નિકાલ કરવા રહીશો અને છાત્રાલય રોડ પરની દુકાનોના વેપારીઓએ માંગણી માંગ કરી છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં વરસાદના પાણીની આવક વધુ હોવાથી સુપર માર્કેટમાં બધીજ દુકાનોમાં પાણી ભરાય જાય છે સાથે જ ભુર્ગભ ગટરના પાણી સતત રોડ પર નીકળતા હોવાથી ૨ોગચાળો વકરવાની ભીતિ પણ વ્યક્ત કરી છે આ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા દસ વર્ષ જુની છે આજે છેલ્લા ઘણા દિવસોથી વ૨સાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણી રોડ પર ભરાયેલા જ છે જેમાં આ ગંદા પાણીના નીકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે અને જેમાં જણાવ્યું છે કે મોરબીના નાક સમાં કન્યા છાત્રાલય ૨ીક ઉપર દરરોજની સાત હજાર વિદ્યાર્થીની અને અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ તથા આજુબાજુની ચાલીસ જેટલી સોસાયટી ના રહીશો પણ આ મુસીબત થી હેરાન પરેશાન છે કન્યા છાત્રાલય રોડ પર ઘણા વેપારીઓની દુકાનો પણ આવેલી છે જેમાં વરસાદ સમયે દુકાનમાં પાણી ભરાઈ જતા અને વરસાદ બાદ દુકાન બહાર ભરાયેલા રહેતાં પાણીના લીધે વેપારીઓના ધંધા રોજગાર પર અસર પડે છે અને અમુક ધંધાર્થીઓના ધંધા ઠપ્પ પણ થઈ ગયા છે અને લોકોને ના છૂટકે બીજે ધંધો કરવા જવું પડે છે ત્યારે આ ભરાયેલા રહેતા પાણીનો યોગ્ય અને તાત્કાલિક નિકાલ કરવા માટે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રહીશો અને વેપારીઓએ લેખિત માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!