મોરબી નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસરે ચાર્જ સાંભળ્યા બાદ મોરબીની સળગતી સમસ્યાઓનો અંત લાવવા એક્શન મોડમા આવી ગયા છે. આજે કામમા લાલીયાવાડી બાદ કચરાના કોન્ટ્રાક્ટરને બે લાખ રૂપિયાના દંડ ઝીંક્યા બાદ આજે શહેરના ગોકુલનગર રોડ પર વર્ષોથી અડીખમ દબાણો પર જેસીબી ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
મોરબીમાં તંત્રની જગ્યા પર આડેધડ ખડકી દેવામાં આવેલ દબાણો જમીનદોસ્ત કરવા મોરબી નગરપાલિકાના નવા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા આદેશ કરાયો હોય જેને પગલે મોરબીના પાલિકાની ટિમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોરબીના ગોકુલનગર રોડના દબાણ હટાવવા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તંત્ર દ્વારા નડતરરૂપ જગ્યા પર પાડ તોડ કરી જગ્યા ખૂલી કારવામાં આવતા ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનિય છે કે મોરબીમાં હજુ પણ અનેક સ્થળોએ દબાણો અસ્તિત્વ ધરાવતા હોય ત્યારે ચીફ ઓફિસરની આકરી કામગીરીને પગલે દબાણખોરોમા ફફડાટ મચી ગયો છે બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી પેન્ડિંગ પડેલ ફાઈલો ચીફ ઓફિસર દ્વારા ધડાધડ નિકાલ કરવામાં આવતા ‘હવે મોરબીનો વિકાસ થશે’ તેવો લોકોને આશાવાદ બંધાયો છે.