બાળ કલ્યાણ સમિતિ મોરબી દ્વારા ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ વિકાસ વિદ્યાલય સંસ્થાની તમામ બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમિતિના સભ્યોએ ચિલ્ડ્રન હોમ પર ગર્લ્સની દીકરીઓના હાથે કેક કટીંગ કરાવી તેમની સાથે નાસ્તો કરી નવા વર્ષની ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી.
બાળ કલ્યાણ સમિતિ મોરબી દ્વારા ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ વિકાસ વિદ્યાલય સંસ્થાની તમામ બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાની તમામ બાળાઓને રંગબેરંગી ભાતીગળ કપડાઓમાં ગરબા રમ્યા હતા તેમજ ડાન્સની રંગત માણી હતી. કમિટીએ ચિલ્ડ્રન હોમ પર ગર્લ્સની દીકરીઓના હાથે કેક કટીંગ કરાવી તેમની સાથે નાસ્તો કરી નવા વર્ષની ઉજવણી કરી હતી. જેમાં ખાસ કમિટીના ચેરમેન રમાબેન ગડારા, સભ્યો બિપીનભાઈ વ્યાસ, પિયુતાબેન કણસાગરા, ખુશ્બુબેન કોઠારી અને દીપાબેન રાવલે તેમજ સંસ્થાના મેનેજર દમવંતીબેન નિમાવત અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમાજ સુરક્ષા વિભાગમાંથી ચાઈલ્ડ વેલફેર સમિતિ પ્રોટેક્શન ઓફિસર દિલીપભાઈ રાનવા અને કોમ્યુટર ઓપરેટર ધ્રુવભાઈ રામાનુજ ઉપસ્થિત રહી બાળાઓને આશીર્વચન પાઠવ્યા હતા.