મહેસુલ વિભાગ, ગાંધીનગરથી મળેલ સૂચના પત્રમાં જણાવ્યા અનુસાર gujaratrevenuemap.com પ્રાઇવેટ ડોમેઇનથી કાર્યરત વેબસાઇટ લીંકથી જીલ્લાના વિવિધ મહેસૂલી રેકોર્ડસ જેવા કે, સર્વે નંબરથી સેટલાઈટ નકશો અને જમીનની વિગતો, નકશા પર ક્લિક કરી જમીનની વિગતો, ગામવાઈઝ સર્વે નંબરનું લિસ્ટ વગેરે અંગેની વિગતો આપવામાં આવી છે.
આ વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવેલા રેકોર્ડના મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઈ anyror.gujarat.gov.in/ થી અલગ જણાતા હોઇ, અસ્પષ્ટ તેમજ ભુલભરેલી માહિતીના આધારે નાગરિકો દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને પરિણામે ભવિષ્યમાં ગંભીર પ્રશ્નો ઉદ્દભવવાની સંભવના રહેલી છે.
તેથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા આવી તમામ વિગતો આપની કચેરીની અધિકૃત સરકારી માહિતી બિનઅધિકૃત પ્રાઇવેટ વેબસાઇટ્સ પર પ્રકાશિત કરવાની સખ્ત મનાઇ કરવામાં આવે છે. સરકારી માહિતી અધિકૃત ડોમેઇનથી નાગરિકોને આપવામાં આવે અને જો આવી અનધિકૃત કોઈપણ વેબસાઈટ/એપ્લીકેશન આપના જાણમાં હોય તો તેને તાત્કાલિક અસરથી બંધ કરવા માટેનો પરિપત્ર બહાર પડાયો છે. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.