Friday, January 10, 2025
HomeGujaratમોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસના ચાર અલગ અલગ વિદેશી દારૂના...

મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસના ચાર અલગ અલગ વિદેશી દારૂના દરોડામાં ૩૬૮ નાની-મોટી બોટલ સાથે છ શખ્સો ઝડપાયા

જુદા જુદા ચારેય દરોડામાં સપ્લાયર એક જ, જે પોલીસ પકડથી દૂર

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ તથા બી ડિવિઝન પોલીસે મોરબી શહેરમાં અલગ અલગ સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડ્યા હતા જેમાં કુલ ૬ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે વિદેશી દારૂનો મેઈન સપ્લાયર સહિત બે આરોપીઓ સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હતા. જ્યારે ચાર દરોડામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૩૬૮ બોટલ કબ્જે લઈ તમામ આરોપીઓ સામે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

– મોરબી-૨ મફતીયાપરાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૪ બોટલ સાથે બે શખ્સોની અટક,એકનું નામ ખુલ્યું

મોરબીના સામાકાંઠે આવેલ ભરતનગર મફતીયાપરાના રહેણાંક મકાને બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ઘરમાં વેચાણ અર્થે રાખેલ અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૭૪ બોટલ સાથે આરોપી મેહુલભાઇ ત્રિભોવનભાઇ સનુરા ઉવ.૨૬ રહે.મોરબી-૨ ભરતનગર મફતીયાપરા તથા નરેંદ્રભાઇ નટૂભાઇ સનુરા ઉવ.૨૭ રહે.ત્રાજપરખારી ઓરીએંટલ બેંક વાળી શેરી મોરબી-૨ વાળાને સ્થળ ઉપરથી ઝડપી લેવાયા હતા જ્યારે પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં અન્ય એક આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે-મોરબી વાવડી રોડવાળાનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

– વીસીપરામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૧૧૬ બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબીના વીસીપરામાં બિલાલી મસ્જિદ પાછળ આવેલ રહેણાંકમાં બી ડિવિઝન પોલીસે રેઇડ કરી મકાનમાંથી ૭૫૦એમએલની ૭૨ બોટલ તથા ૧૦૦એમએલની ૪૪ બોટલ એમ કુલ ૧૧૬ બોટલ કિ.રૂ.૨૬,૧૦૦/-સાથે મકાન માલીક આરોપી મોસીનભાઇ અબ્દુલભાઇ સુમરા ઉવ.૨૪ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વિદેશી દારૂનો સપ્લાયર આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે-મોરબી વાવડી રોડ શ્રીજી પાર્કવાળાનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

– મોરબીના વાવડી રોડ લોમજીવન સોસાયટીના મકાનમાં વિદેશી દારૂની ૭૦ બોટલ સાથે બે ઝડપાયા,સપ્લાયર ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ ઉપર આવેલ લોમજીવન સોસાયટીમાં સાહિલ ઉર્ફે ચીનોના રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ વ્હિસ્કીની ૭૦ બોટલ સાથે આરોપી સાહીલભાઈ ઉર્ફે ચિનો મહમદભાઈ લઘાણી ઉવ.૨૪ રહે.વાવડી રોડ લોમજીવન સોસાયટી શેરી નં.૨ તથા આશીફભાઈ અનવરભાઈ મીનીવાડીયા ઉવ.૩૬ રહે.ઘાંચી શેરી મોરબીવાળાને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા હાલરહે-મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક મૂળરહે.પંચાસર ગામવાળા પાસેથી વિદેશી દારૂ વેચાણ અર્થે લાવ્યા હોવાની કબૂલાત આપતા ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

– બાવળની કાંટમાં છુપાવી રાખેલી વિદેશી દારૂની ૧૦૮ બોટલ સાથે એક ઝડપાયો,ભાગીદાર તથા સપ્લાયર ફરાર

મોરબીના નવલખી ફાટક પાસે બાવળની કાંટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૧૦૮ બોટલ સાથે આરોપી અમરતભાઇ વિઠલભાઇ પાટડીયા ઉવ.૩૮ રહે.મોરબી રેલ્વે કોલોનીની બાજુમા મફતીયાપરામા મુળરહે.દહેગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગરવાળાની સીટી એ ડિવિઝન પોલીસે અટક કરી હતી જ્યારે પોલીસની સઘન પૂછપરછમાં વિદેશી દારૂના ધંધામાં ભાગીદાર આરોપી કિશનભાઇ પ્રભાતભાઇ આહીર રહે.મોરબી કુબેરનગરવાળાના કહેવાથી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની અને આ વિદેશી દારૂનો જથ્થો આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા હાલરહે-મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક મૂળરહે.પંચાસર ગામવાળા પાસેથી મેળવેલ હોવાની કબૂલાત આપતા સ્થળ ઉપર હાજર નહીં મળી આવેલ બંનેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!