મોરબીમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાની રાવ ઉઠતા જ પોલીસ તંત્ર દ્વારા એક રેઈડ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ચાર સ્થળોએ રેઈડ કરી પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. જયારે બે ઈસમો ફરાર થઈ જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે નવા ડેલા રોડ પાર આવેલ હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા નામના શખ્સના રહેણાંક મકાને રેઈડ કરી હતી અને સ્થળ પરથી મેકડોલ્સ નં.૧ ની રૂ.૪૫૦૦/-ની કિંમતની ૧૨ બોટલો તથા રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની રૂ,૩૬૦૦/-ની કિંમતની ૦૯ બોટલો મળી કુલ રૂ.૮૧૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. અને આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાની ધરપકડ કરી છે.
બીજા બનાવમાં, મોરબી કન્યા છાત્રાલય રોડ રાધેક્રિષ્ના સ્કુલ પાસે નાળામાં છુપાળેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૪ બોટલનો કુલ રૂ.૨૦૮૦/-નો મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે પકડી પાડ્યો છે. અને નીતીનભાઇ પ્રવજીણભાઇ પાંચોટીયા નામના શખ્સની અટકાયત કરી છે. ત્યારે આરોપીએ આ મુદ્દમાલ સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ પાસેથી પકડી પાડ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે પંચાસર ચોકડી થી આગળ રોડ પરથી હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા દિનેશભાઇ હરજીવનભાઇ ઝાલરીયા નામના શખ્સોને વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૪ બોટલનો કુલ રૂ.૨૦૮૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે આ દારૂ આરોપીઓએ સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ પાસેથી લીધું હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા દરોડામાં,મોરબી પંચાસર રોડ ભારતપરા ખાતે આવેલ મુસ્તુફાભાઈ ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે રેઈડ કરી મેકડોલ્સ નં.૧ ની કુલ રૂ.૫૨૫૦/-ની ૧૪ બોટલ તથા રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેક્ટ વ્હીસ્કીની કુલ રૂ,૭૩૫૦/-ની કિંમતની ૨૧ બોટલ મળી રૂ,૧૨,૬૦૦/-ના મુદ્દામાલ સાથે મુસ્તુફાભાઈ ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકીની અટકાયત કરી છે. જયારે અન્ય આરોપી સલીમભાઈ હારૂનભાઈ રાઉમા સ્થળ પર હાજર ન મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.