Saturday, January 11, 2025
HomeGujaratમોરબી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : ગઈકાલે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો...

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : ગઈકાલે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

મોરબીમાં વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે મોરબી સીટી પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી બે ઈસમોની અટકાયત કરી છે. જયારે એક ઈસમ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે મોરબીના કાલીકા પ્લૉટ વિસ્તારમાં આવેલ અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબભાઇ આરબના રહેણાક મકાનમા રેઈડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની કુલ રૂ,૧૭૫૦/-ની કિંમતની ૫ બોટલો તથા રોયલ ચેલેન્જ પ્રીમીયમ પ્રીમીયમ સીલેક્ટ વ્હીસ્કીની કુલ રૂ.૧૦,૪૦૦/-ની કિંમતની ૨૦ બોટલો મળી કુલ ૨૫ બોટલોનો રૂ,૧૨,૧૫૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપી સ્થળ પરથી મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે નગર દરવાજા પાસે જાહેર રોડ પરથી શંકાના આધારે રાજેશભાઇ હોતચંદભાઇ જાંગીયાણી નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરી સંતોષકારક જવાબ ન મળતા તેની તપાસ કરતા આરોપી પાસેથી તેની GJ-36-P-7376 નંબરની રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની એકટીવામાંથી ભારતીય બનાવટની McDowells No.-1 DELUXE વિસ્કીની શીલબંધ ૦૨ બોટલનો રૂ.૭૫૦/-નો મુદામાલ મળી આવતા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમે લખધીરપુર રોડ વૈભવ હોટલ સામે રોડ ઉપરથી શામજીભાઇ રઘુભાઇ સારલા નામના શખ્સને ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લીશ દારૂની સિગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની શીલપેક બોટલ રૂ.૮૨૦/- નો મુદામાલ વેચાણ કરવાનાં ઇરાદે પોતાનાં કબ્જામાં રાખી મુદ્દામાલ સાથે હાજર મળી આવતા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!