મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે જેન્તીભાઇ ઉર્ફે જનકભાઇ બોપલીયા રહે. વાવડીરોડ, મિરાપાર્ક શેરી નં-૩ મોરબી વાળાને પોતાના કબજા ભોગવટા વાળા રહેણાક મકાનમાં રેઇડ પાડી ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો વજન ૪ કિ.ગ્રા ૮૦ ગ્રામ મળી આવતા તેમજ વજન કાંટો, પ્લાસ્ટિકના ઝબલા, મોબાઇલ, રોકડ રકમ સહિત કુલ રૂ.૨૪,૨૪૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ(IPS)ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા નાર્કોટીકસને લગતી પ્રવૃતિ સદંતર નાબદુ કરવા અને ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપી હતી. જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ વિજયદાન હરદાન ગઢવી, જયદીપ રાજેશભાઈ ગઢવીને બાતમી મળી કે જેન્તીભાઇ ઉર્ફે જનકભાઇ બોપલીયા રહે. વાવડીરોડ, મિરાપાર્ક શેરી નં-૩ મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા ઇસમના રહેણાંક મકાનમાથી માદક પદાર્થ પોસડોડાનો જથ્થો વજન ૪ કિ.ગ્રા ૮૦ ગ્રામ મળી આવતા તેમજ વજન કાંટો, પ્લાસ્ટિકના ઝબલા, મોબાઇલ, રોકડ રકમ સહિત કુલ રૂ.૨૪,૨૪૦/- ના મુદામાલ સાથે મળી આવતા ઇસમ વિરુધ્ધ એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૧પ(બી) મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.સી.ગોહિલ, એ.એસ.આઇ. સવજીભાઇ દાફડા, એ.એસ.આઇ વિજયદાન, કિશોરભાઇ મિયાત્રા, કિશોરભાઇ મકવાણા, સુરેશભાઇ ઠોરીયા, હિતેષભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઇ રાજેશભાઇ ગઢવી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ સુરેશભાઈ ધ્રાંધશા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.