Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં બુટલેગર પાસેથી દારૂની બોટલ મેળવી દારૂની હેરાફેરી કરતા યુવકને પકડી પાડતી...

મોરબીમાં બુટલેગર પાસેથી દારૂની બોટલ મેળવી દારૂની હેરાફેરી કરતા યુવકને પકડી પાડતી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ.

રાજકોટ રેન્જ આઇજી તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે દારૂની બોટલ સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ મોરબી અયોધ્યાપુરી રોડ જલરામ મંદીર પાસે ધર્મેશભાઇ રમેશભાઇ સોલંકી (રહે.મોરબી શનાળા બાયપાસ આનંદનગર) નામના યુવકને શંકાના આધારે રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા આરોપી પાસેથી વિદેશી દારૂની ૧૦૦ પેઇપર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની રૂ.૩૦૦ ની કિંમતની બોટલ મળી આવી હતી. જેને લઈ પોલીસે આરોપીને પકડી પડી તેની પાસે રહેલ GJ36-AB-989 નંબરની રૂ.૨૫૦૦૦ની કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી કુલ રૂ.૨૫,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તેની સઘન પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેણે દારૂની બોટલ જયસિંહ બળવંતસીંહ ઝાલા (રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ) પાસેથી મેળવી હતી. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી અજયસિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!