મોરબીમાંથી ગત તા.૨૫/૮/૨૦૨૪ ના રોજ સગીર બાળક સીમકાર્ડની પીન લેવા જવાનું કહી ગુમ થયો હતો. જે અંગે બાળકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે બાળકને તથા અપહરણ કરનાર આરોપીને જૂનાગઢ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૫/૮/૨૦૨૪ ના બપોરના સમયે ફરીયાદીએ તેના સગીરવયનાં દિકરાને તેની મોબાઇલની દુકાનેથી અન્ય દુકાને સીમકાર્ડની પીન લેવા મોકલતા ફરીયાદીનો દિકરો સાંજ સુધી પરત આવેલ નહી જેથી ફરીયાદીએ મોરબી શહેરમા તેમજ તેમના વતનમા તપાસ કરતા તેમનો દિકરો મળી આવેલ ન હતો. તેઓએ જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતની જાણ કરતા ફરીયાદીની ફરીયાદ લઇ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક દુકાનોના સી.સી.ટી.વી ફુટેજ તેમજ મોરબી શહેરમા લગાવવામા આવેલ “નેત્રમ” પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા ખોવાયેલ છોકરો એક સાધ્વી મહીલા સાથે જતો જોવામા આવેલ હતો. જેથી ખાનગીરાહે ચોક્કસ હકિકત મળેલ કે આ સાધ્વી હાલમાં જુનાગઢ, પરબાધામ તેમજ અલગ અલગ આશ્રમો તેમજ ધર્મશાળાઓમા આશ્રય લેતી ફરે છે. જેથી એક ટીમને જુનાગઢ બાજુ તપાસમા રવાના કરવામા આવેલ હતી અને ત્યા જેટલા આશ્રમો તેમજ ધાર્મીક સ્થળો હોય ત્યા ચેક કરી માહીતી મેળવતા આ અપહરણ થયેલ સગીરવયનો છોકરો તથા આરોપી સાધ્વી જુનાગઢના કેશોદ તાલુકામાથી મળી આવેલ હતા અને ત્યાથી આરોપી તથા સગીરવયના બાળકને પોલીસ સ્ટેશન ખાતે લાવી સગીરવયના બાળકની મેડીકલ તપાસણી કરી તેમના વાલીવારસને સોપી આપવામા આવેલ છે. તેમજ આરોપી સ્ત્રી આશાબેન ઉર્ફે સમીરાનંદ ઉર્ફે શ્રધ્ધાનંદ મોહનભાઇ ભીલ (રહે.નીચાકોટડા તા.મહુવા જી.ભાવનગર તથા માંડવી ડોનપાટીયા આશાપુરા આશ્રમ જી.કચ્છ)ને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.