Tuesday, June 10, 2025
HomeGujaratમોરબી સીટી એ ડીવીજન પોલીસે ચોરાઉ મોટર સાયકલ સાથે ઇસમને પકડી પાડ્યો

મોરબી સીટી એ ડીવીજન પોલીસે ચોરાઉ મોટર સાયકલ સાથે ઇસમને પકડી પાડ્યો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચેકીંગ કરી ચોરાઉ મોટર સાઇકલ સાથે એક ઇસમને પકડી પાડયો છે. પોલીસે આરોપીને મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે અટકાવી તેને ચેક કરતા તેની પાસે મોટર સાયકલના કાગળો ન હોવાથી પોકેટ કોપથી સર્ચ કરતા હિરોહોન્ડા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનું ચોરાઉ હોવાનું સામે આવતા મુદ્દામાલ કબ્જે આરોપીની અટકાયત કરી હતી….

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી (IPS)ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલે મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. તે મુજબ મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારોને આધારે પોલીસ કોન્સ્ટેબલ કપીલભાઇ ગુર્જર તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે જુસબભાઇ હાસમભાઇ ભટી નામનો આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસેથી મળી આવતા તેને ચેક કરતા તેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા હિરોહોન્ડા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનું ચોરીનુ હોવાનુ સામે આવતા આરોપીને હીરો હોન્ડા કંપનીનું નંબર પ્લેટ વગરનુ મોટર સાયકલ કિંમત રૂ. ૪૦,૦૦૦ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જેમાં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર, જે.સી.ગોહીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સવજીભાઇ દાફડા એ.એસ.આઇ, કિશોરભાઇ મિયાત્રા એ.એસ.આઇ, ધર્મેન્દ્રસિંહ જાડેજા એ.એસ.આઇ,વિજયદાન ગઢવી એ.એસ.આઇ, હિતેષભાઇ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ, સિધ્ધરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ, કપીલભાઇ ગુર્જર પોલીસ કોન્સ્ટેબલ, જયદીપભાઇ ગઢવી પોલીસ કોન્સ્ટેબલ અને અશ્વનસિંહ સુર પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!