મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઇ. એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમે રાજકોટ શહેરના મર્ડરના ગુન્હાના ત્રણ વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહતી અનુસાર, મોરબી સીટી એ-ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમથનાર રીધ્ધીબેન ભરતભાઇ દોશી (રહે.મોરબી) જામનગર સીકા ખાતે હોવાની મોરબી સીટી એ-ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ હોય જેથી હકિકત વાળી જગ્યાએ જતા ગુમથનાર મળી આવેલ ન હોય પરંતુ સદરહુ જગ્યાએથી ચીરાગભાઇ ઉર્ફે ચીનો મનોજભાઇ પરમાર (રહે.રાજકોટ ભગવતીપરા શેરીનં.૩ મુળરહે.રાજકોટ કુવાડવા રોડ રોહીદાસપરા શેરીનં.૬) મળી આવતા તેનુ નામ પોકેટકોપથી સર્ચ કરતા મજકુર આરોપી રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો હત્યાનો આરોપી હોવાનુ જણાય આવેલ અને મજકુર ઇસમને ત્રણ વર્ષ પહેલા ગુજરાત હાઇકોર્ટ અમદાવાદથી વચગાળાના દિન-૨૧ ના જામીન મળયા બાદ જેલમાં હાજર થયેલ નહોય અને નાસતો ફરતો હોય જેથી મજકુર આરોપીને અટક કરી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.