મોરબી વાવડી રોડ કપીલા હનુમાનજી મંદીર પાસેથી ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી પ્રકાશભાઇ ચંદુભાઇ નગવાડીયા પસાર થઈ રહ્યો છે. જે બાતમીના આધારે એક ઇસમ મળી આવતા મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનુ કહેતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયાનું માલૂમ પડતાં પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી…
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના, વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત બાબતના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. જે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ વાઘડીયા, પોલીસ કોનસ્ટેબલ કપીલભાઈ ગુર્જરને ખાનગીરાહે બાતમી મળી કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી પ્રકાશભાઇ ચંદુભાઇ નગવાડીયા મોરબી વાવડી રોડ કપીલા હનુમાનજી મંદીર પાસેથી પસાર થઈ રહ્યો છે. જેને આધારે ચેક કરતા એક ઇસમ મળી આવતા મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૮૧૭/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩(૨) નુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી પ્રકાશભાઇ ચંદુભાઇ નગવાડીયા વિરૂદ્ધ અગાઉ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ ગુન્હા નોંધાઇ ચૂક્યા છે. હાલ પોલીસે એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂ.૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, પી.આર.સોનારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, રાજદીપસિહ પ્રતાપસિંહ એ.એસ.આઇ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ, કિશોરભાઇ મેણંદભાઇ પોલીસ હેડ કોન્સ્ટેબલ, ચકુભાઇ દેવશીભાઇ પોલીસ હેડ કોન્સ્ટેબલ, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ, હિતેષભાઇ વશરામભાઇ પોલીસ કોન્સ્ટેબલ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પોલીસ કોન્સ્ટેબલ, કપીલભાઇ હિતેષભાઇ પોલીસ કોન્સ્ટેબલ, અરજણભાઇ મેહુરભાઈ પોલીસ કોન્સ્ટેબલ અને રાજદીપસિંહ શકિતસિંહ લોકરક્ષક દ્વારા કામગીરી કરવામાં આવી હતી…