મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી મકરાણીવાસ રામઘાટ પાસેથી એક ઇસમને મોટરસાયકલ સાથે મળી આવતા મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યાનું સામે આવતા આરોપીને મોટર સાયકલ કિંમત રૂ. ૫૦,૦૦૦ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલે મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. તે મુજબ મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા, જયદીપભાઇ દેવસરને ખાનગી રાહે બાતમી મળી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે કાળુભાઇ જાલમભાઇ દેહુધા નામનો આરોપીને મોરબી મકરાણીવાસ રામઘાટ પાસેથી મળી આવતા તેને ચેક કરી પોતાની પાસે રહેલ મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ગુ.૨.નં.૨૩૬/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩ મુજબનુ ચોરી કર્યાનું સામે આવતા આરોપીને મોટર સાયકલ કિંમત રૂ. ૫૦,૦૦૦ સાથે અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી અગાઉ છ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આમ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસને રીઢા ગુનેગારને પકડવામાં સફળતા મળી છે….
જેમાં પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર જે.સી.ગોહીલ, એ.એસ.આઇ રાજદીપસિહ રાણા, કિશોરભાઇ મિયાત્રા, સવજીભાઇ દાફડા,જયવંતસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર અને જયદીપભાઇ ગઢવી દ્વારા કામગીરી કરવામાં આવી છે.