મોરબી જીલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ કામગિરી કરતા દરમીયાન મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમે ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડી કાયેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારોનાં આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે સંજયભાઇ કાળુભાઇ વિકાણી (રહે.જામનગર સમ્રાટનગર ખોડીયાર કોલોની ભાડાના મકાનમા મુળરહે.લાયન્સનગર શકતશનાળા) નામનો આરોપી રવાપરરોડ વૈદેહી ફાર્મ નજીકથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સ્પ્લેન્ડર પ્લસમોટરસાયકલ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.