ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બૂટલેગરો સુધરવાનું નામ નથી લેતા ત્યારે પોલીસ પણ આવા બૂટલેગરો ને સુધારી ને ઝંપશે તે રીતે કામગીરી કરી રહી છે ત્યારે ફરી વાર મોરબી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, અજય ઉર્ફે કિશન રમેશભાઈ ગોહેલ (રહે. રવાપર ગામ રામજી મંદીર પાસે મોરબી) નામના શખ્સે રિયાજભાઈ હનીફભાઈ ચાનીયા (રહે.કાલીકા પ્લૉટ મોરબી) તથા હાજીભાઈ મુસાભાઈ ખુરૈશી (રહે. કબીર ટેકરી મોરબી) પાસેથી વિદેશી દારૂની બોટલો વેચાણ કરવા માટે લિધેલ છે. અને તે દારૂનો જથ્થો લઈ રવાપર રોડ ક્રિષ્ના સ્કુલની પાસેથી પસાર થવાનો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી અજય ઉર્ફે કિશન ત્યાંથી પોતાની જીજે-૦૩-બીએમ-૫૪૮૦ નંબરની એક્ટિવામાં દારૂ લઈ નીકળેલ હતો. જેને રોકી પોલીસે તેની એક્ટિવામાંથી રૂ.૩૦૦૦/-ની કિંમતની ૮ મેકડોલ્સ નં.૧ ની બોટલો તથા રૂ.૬૬૦૦/-ની કિંમતની ૧૨ રોયલ ચેલેન્જ પ્રીમીયમની બોટલો મળી કુલ ૨૦ બોટલનો રૂ,૯૬૦૦/-નો મુદામાલ તથા રૂ.૨૦,૦૦૦/-ની કિંમતની એક્ટિવા મળી કુલ રૂ.૨૯,૬૦૦/-નો મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપીને જેલ હવાલે કર્યો છે. તથા રિયાજભાઈ હનીફભાઈ ચાનીયા અને હાજીભાઈ મુસાભાઈ ખુરૈશીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા કમલેશભાઇ ગોરધનભાઇ દેત્રોજા નામના આધેડને મોરબી આલાપ ચોકડી પાસે શનાળા પાસે રોકી તેની તપાસ કરતા આધેડ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમિયમ વ્હીસ્કીની કાચની કંપની સીલબંધ ૧ બોટલ મળી આવતા પોલીસે રૂ.૫૦૦/-ની કિંમતનો દારૂની બોટલનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.