હિન્દુ ધર્મમાં તીજના તહેવારનું વિશેષ મહત્વ છે. તહેવારોની શરૂઆત વર્ષની શરૂઆતથી થાય છે અને આ પ્રક્રિયા વર્ષના અંત સુધી ચાલુ રહે છે.
હાલમાં શ્રાવણ મહિનો પૂરો થવાનો છે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે. તહેવારોની દૃષ્ટિએ પણ સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે, જ્યાં કૃષ્ણ જન્માષ્ટમીથી લઈને ગણેશ ચતુર્થી સુધી અનેક મોટા તહેવારો ઉજવવામાં આવશે.ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જન્માષ્ટમી તેમજ ગણેશ ચતુર્થીના તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વે હિન્દુ સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અને વિવિધ જ્ઞાતિના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તહેવારોને લઈ તૈયારીઓ અંગે અને સુરક્ષા વ્યવસ્થાને લઈ ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.