ગુજરાત પોલીસના પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાથી રૂ.૮,૦૯,૩૯૮/- ની કિમતના કુલ ૪૨ ખોવાયેલ મોબાઈલો તેમજ રોકડ રકમ રૂ.૨,૮૩,૦૦૦/- તથા ૦૩ મોટરસાયકલ શોધી કાઢી અરજદારોને પરત આપવા આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ તેમજ રોકડ રકમ તથા મોટરસાયકલ શોધી કાઢવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન તેઓએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી રૂ.૮,૦૯,૩૯૮/-ની કિંમતના કુલ ૪૨ મોબાઇલ તથા એક અરજદારની રોકડ રકમ રૂ.૨,૮૩,૦૦૦/- પડિ ગયેલ હોય જે શોધી પરત આપી તથા બીનવારશી મળેલ રૂ.૧,૧૫,૦૦૦/-થી વધુની કિંમતની ૦૩ મોટરસાયકલ શોધી મુળ માલીકને પરત કરી કુલ રૂ.૧૨,૦૭,૩૯૮/- નો મુદામાલ પરત કરી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસે સાર્થક કર્યું છે.









