મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પીઆઈ એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન તથા પુર્વકચ્છ જીલ્લા માથી ચોરી થયેલ કુલ -૩ મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ મનસુભાઇ દેગામડીયા તથા કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે કચ્છ જીલ્લાનાં ભચાઉ ભવાનીપુર નવીભચાઉ મેલડીમાતાના મંદીર સામે રહેતો અબ્બાસભાઇ ઓસમાણભાઇ કકલ નામનો આરોપી પંચાસર ચોકડી ખાતે થી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનુ જણાતા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવી હતી અને તપાસ દરમ્યાન વધુ-૨ મોટર સાયકલ મળી કુલ-૩ મોટર સાયકલ રીકવર કરવામા આવેલ છે.