Thursday, January 23, 2025
HomeGujaratમોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા સાતમ આઠમ પર્વ પર થયેલ...

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા સાતમ આઠમ પર્વ પર થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો:એક ઇસમની ધરપકડ

મોરબી પંથકમાં સાતમ આઠમ તહેવાર નિમિતે ઘરફોડ ચોરી થયાની ઘટના બનતા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને કુલ 8,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત સાતમ આઠમ પર્વ પર મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માણેક સોસાયટીમા રહેતા પરિવારજનો તહેવાર દરમિયાન બહાર ગામ ફરવા ગયા ત્યારે રૂ. 70,000 ચોરીનો બનાવ બન્યો હતો. જેને લઇને ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેને લઇને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આસપાસના તેમજ મોરબી નેત્રમ કન્ટ્રોલરૂમ સી.સી.ટી.વી આધારે તપાસ કરતા તેમજ હયમુન સોર્સીસ આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ હિતેષભાઇ ચાવડા તથા લોકરક્ષક રાજદીપસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે ચોરી કરનાર ઇસમોંમાંથી આરોપી જયા એપાર્ટમેન્ટમાં રહેતો હોય ત્યા બે દિવસ પહેલા આવી ગયેલ હતા. અને મોરબી શહેરમા રેકી કરી બંધ મકાન પકડાયેલ આરોપી પંકજભાઈ બિશેભાઈ ઢોલી દેખાડતા અન્ય બંને પકડવા પરના બાકી ચોર હેમરાજ મનબહાદુર સાહી અને ભીમ બહાદુર શીજુસાહી પકડવા પર બાકી આરોપીએ મકાનમા ચોરી કર્યાનું સામે આવતા ટીપ આપનાર તેમજ આશરો આપનાર આરોપીની એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૪૭૭/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૫(એ),૩૩૧(૪),૫૪ મુજબનો ગુન્હોમાં અટકાયત કરી આરોપી પાસેથી રોકડ 3,000, મોબાઇલ ફોન 5,000 સહિત કુલ 8,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, એચ.આર.જાડેજા પો લીસ સબ ઇન્સ્પેક્ટર, રાજદીપસિહ રાણા એ.એસ.આઇ, ચકુભાઇ કરોતરા પોલીસ હેડકોન્સ, કિશોરભાઇ મિયાત્રા પોલીસ હેડકોન્સ એ.પી.જાડેજા, પો લીસ હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા પોલીસ હેડકોન્સ, પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા તથા અરજણભાઇ ગરીયા તથા પો.કોન્સ કપીલભાઇ ગુર્જર તથા સિધ્ધરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!