Friday, October 10, 2025
HomeGujaratદિવાળીના તહેવારને લઈ મોરબી સીટી એ ડીવીઝન પોલીસનો જાહેર જનતા જોગ સંદેશ

દિવાળીના તહેવારને લઈ મોરબી સીટી એ ડીવીઝન પોલીસનો જાહેર જનતા જોગ સંદેશ

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તસ્કરો દિવાળીનો તહેવારનો ફાયદો ઉઠાવીને સક્રિય થઇને ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. જેના પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દિવાળીના તહેવાર પહેલા કે પછી ચોરી, લૂંટ જેવી ઘટનાઓ બનતા રોકવા માટે જાહેર જનતા જોગ સંદેશ બહાર પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા દિવાળીના તહેવાર સંબંધિત જાહેર જનતા જોગ સંદેશ આપતા જણાવવાવામાં આવ્યું છે કે, મોરબી ટાઉન તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પોતાનું ઘર બંધ રાખીને વતનમાં કે ફરવા જાવ તો ઘરે રોકડ રકમ કે સોના ચાંદીનાં દાગીના રાખવા નહીં. દુકાન, કારખાનાં તથા ગોડાઉનની ઓફીસમાં પણ રોકડ રકમ કે સોના ચાંદીના દાગીના જેવી કિંમતી વસ્તુ નહીં રાખવા સુચના અપાઈ છે. સોસાયટીના CCTV કેમેરા ચાલુ હાલતમા રાખવા તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના CCTV કેમેરા પણ ચાલુ હાલતમા રાખવા તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના CCTV કેમેરા પણ ચાલુ હાલતમાં રાખીને સમયાંતરે ચેક કરતાં રહેવું તેમજ રાઉન્ડ ધ કલોક સીકયુરીટીની યોગ્ય વ્યવસ્થા કરવા સુચના અપાઈ છે. તહેવારો દરમ્યાન પોતાનું રહેણાંક મકાન લાંબા સમય સુધી બંધ રહેવાનું હોય તો તેની નોંધ પોલીસ સ્ટેશન ખાતે કરાવવા સુચના અપાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!