મોરબી જીલ્લા ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચના તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન પીઆઈ જે. એમ. આલનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી જુના બસસ્ટેન્ડ પાસેથી એક પુરુષ તેમજ સ્ત્રી (છોકરી) મળી આવતા તેને વિશ્વાસમાં લઈ પુછપરછ કરતાં સુરત ખાતેથી ભાગેલ હોવાની હકીકત જણાવતા સુરત ખાતે તપાસ કરાવતા મજકુર આરોપી બાલાભાઈ ભુપતભાઈ સોલંકી (ઉ.વ.૧૯, રહે. સુરત મોટા વરાછા સુમનમંદિરની બાજુમાં સરકારી આવાસ યોજનાના મકાનોની સામે ઝુંપડામાં) વાળાએ ભોગ બનનારને સુરત ખાતેથી અપહરણ કરી લઈ આવેલ હોય જેથી મજકુર આરોપીને સુરત શહેર અમરોલી પો.સ્ટે.નાં અપહરણનાં ગુન્હામાં સીઆરપીસી કલમ ૪૧(૧) આઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પીઆઈ જે.એમ.આલ, પો.સ.ઈ. વી. જી. જેઠવા, એએસઆઈ એમ. આર. ગામેતી, પો.હેડ.કોન્સ. કિશોરભાઈ મીયાત્રા, શેખાભાઈ મોરી, શક્તિસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, પો.કોન્સ. જયપાલભાઈ લાવડીયા, ચકુભાઈ કરોતરા, ભરતભાઈ ખાંભરા, રવિરાજસિંહ ઝાલા, ભાનુભાઈ બાલાસરા, ભાવેશભાઈ મીયાત્રા સહિતનાઓ રોકાયેલા હતાં.