મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી શહેર તેમજ તાલુકા વિસ્તારમાં મેગા કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે ચેકીંગ પ્રક્રિયા દરમિયાન પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર રેઇડ પાડવામાં આવી હતી.તેમજ ટ્રાફિકના નિયમ તોડનાર પર દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી મોરબી સીટી તથા મોરબી તાલુકા વિસ્તારમાં “મેગા કોમ્બિંગ” નું આયોજન કરવામાં આવેલ હતું.
જે મેગા કોમ્બિંગ દરમિયાન પ્રોહિબીશન અને જુગારની પ્રવુતિ ચાલવનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેલ હતી.
વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોના પાલન માટે પણ ચેકીંગની પ્રક્રિયા હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.