Saturday, October 26, 2024
HomeGujaratમોરબી સિટી બી ડિવિઝન ડી સ્ટાફ પીએસઆઈની નફ્ફટાઈ:નાના ધંધાર્થીઓ પર દબંગગીરી:દેશીદારૂ અને...

મોરબી સિટી બી ડિવિઝન ડી સ્ટાફ પીએસઆઈની નફ્ફટાઈ:નાના ધંધાર્થીઓ પર દબંગગીરી:દેશીદારૂ અને સ્પાસંચાલકો ઘર જમાઈ !!

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી બી ડિવિઝન પોલીસમથક ચર્ચામાં રહ્યું છે પીઆઈ નયન વસાવાની સુંદર કામગીરી પર બી ડિવિઝન ડી સ્ટાફ પીએસઆઈ એન.બી.ગઢવી જાણે પાણી ફેરવવા બેઠા હોય તેમ બેફામ ઉઘરાણા ચાલુ કરી દીધા હોવાની ચર્ચાઓ જોરશોરથી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસમથકની મલાઈદાર બીટ બદલીને જીલ્લા પોલીસવડા દ્વારા બી ડિવિઝન મૂકવામાં આવતા પીએસઆઈ ગઢવી ગરીબ અને નાના માણસોને હેરાન કરી રહ્યા હોવાની રાવ વિસ્તારમાં ઉઠવા પામી છે એક તરફ ગૃહરાજ્યમંત્રી તહેવારો સમયેનાના અને ગરીબ ધંધાર્થીઓ ને મદદ માટે અને ખુલ્લા રાખવા અપીલ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ મોરબી બી ડિવિઝન ના પીએસઆઈ એન.બી.ગઢવી કાયદા અને વ્યવસ્થા ના બહાના હેઠળ આવા ધંધાર્થીઓને બંધ કરાવી પોતાની દબંગગીરી બતાવી રહ્યા છે જે પોલીસ માટે શરમજનક છે.જો પીએસઆઈ ગઢવી એટલા જ શક્તિશાળી હોય તો મોરબી બી ડિવિઝન વિસ્તારમાં આવતા ત્રાજપર ખારી વિસ્તારમાં ચાલતા દેશી દારૂ ના અડ્ડા, વીસી પરા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના હાટડા અને સ્પા માં ચાલતી અનેક ગેર પ્રવૃત્તિઓ કેમ રોકતા નથી ? કેમ ત્યાં તેઓ ના સિદ્ધાંતોનું સુરસુરિયું થઇ જાય છે કે પછી ત્યાંથી મલાઈ આવે છે એટલે બંધ નથી કરાવી શકતા? મોરબી બી ડિવિઝન પીએસઆઈ ગઢવી અનૈતિક પ્રવૃતીઓ પર ખૌફ ઓછો અને ગરીબો પર પોતાનો દંડો વધારે ચલાવી રહ્યા છે તો સાહેબ તમે જે પગાર ખાઓ છો ને એ પ્રજાના ટેક્ષ માંથી આવે છે અને એ ના પગારથી ઉડીને જ ગરીબોને હેરાન કરો છો કુદરત નો ડર રાખો અને સિધ્ધાંતો રાખવા હોય કાયદા જાળવવા હોય તો અનૈતિક પ્રવૃતીઓ બંધ કરાવો પછી ગરીબોને દબાવવાનું શરૂ કરજો તમને આ સ્ટાર નાના માણસોને દબાવવા નહિ તેની રક્ષા માટે આપેલ છે .

જો કે આ પીએસઆઈ ગઢવી મોરબી તાલુકા પોલીસ મથક માં હતા એ દરમ્યાન પણ બાયોડિઝલ ની રેડ માં કાચું કાપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ ત્યાં શાંત હતા કેમ કે અને મોરબી બી ડિવિઝન માં કામ વધુ આવક ઓછી હોવાથી મહાશય ને તકલીફ પડે છે અને એની બદલી કરવા કોઈ ભલામણ કરે એટલે આવા નાના ધંધાર્થીઓ અને બહાર બેઠેલા સિનિયર સિટીઝનો ને હેરાન કરવાના અને હા એક તરફ સિનિયર સિટીઝન ને વડાપ્રધાન,મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ પ્રાધાન્ય આપે છે અને પોલીસ કાર્યક્રમો કરે છે વૃદ્ધોને ઘરે ઘરે જઈને તેઓની સાર સંભાળ કરે છે ત્યારે પીએસઆઈ ગઢવીને તો જાણે કઈ લાગુ જ ન પડતું હોય તેમ થોડા સમય પહેલા એક સિનિયર સિટીઝનને પણ લાફો માર્યો હોવાની ચર્ચાઓ ચાલી છે જો કે આ ઘટના ના સીસીટીવી આવ્યા બાદ ઉચ્ચ કક્ષા કક્ષા રજૂઆત કરવામાં આવશે હાલ તો રાજ્ય ના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાના ધંધાર્થીઓને મદદ કરવાની અપીલ નો ઉલાળીયો કરતા મોરબી બી ડિવિઝન પીએસસાઈ એન બી ગઢવી જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં તેઓ ક્યાંથી કેટલા હપ્તા લે છે એની ચર્ચાઓ પણ કરીશું હાલ બી ડિવિઝન પીએસઆઈ નું આ વર્તન પ્રજામાં પોલીસ માટે ધૃણા પેદા કરી રહ્યું છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!